ગુજરાતનો નકશો (34 જિલ્લાઓ સાથે)

📍 વધુ માહિતી માટે નકશામાં જિલ્લા પર ક્લિક કરી શકો છો.
ગુજરાતનો ઇન્ટરેક્ટિવ નકશો લોડ થઈ રહ્યો છે…

ગુજરાત રાજ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી

ભારતના પશ્ચિમ કિનારે આવેલું આપણું ગુજરાત એક સમૃદ્ધ અને ઐતિહાસિક રાજ્ય છે. જે દેશની ત્રીજા નંબરની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા હોવાની સાથે ભારતભરમાં જાણીતી છે. ૧ મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી.

2025 માં વાવ-થરાદ નવા જિલ્લા સાથે ગુજરાતને કુલ ૩૪ જિલ્લાઓ અને ૨૫૨ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યું છે. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ પાંચ મુખ્ય પ્રદેશોમાં વહેંચાયેલું છે.

રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
કુલ જિલ્લાઓ ૩૪ જિલ્લા
કુલ તાલુકાઓ ૨૫૨ તાલુકા
કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચો.કિમી.
દરિયાકિનારો ૧,૬૦૦ કિમી (સૌથી લાંબો)

ગુજરાતના ૩૪ જિલ્લાઓના નકશા (જિલ્લાવાર યાદી)

નીચે આપેલા કોઈપણ જિલ્લાના નામ પર ક્લિક કરીને તે જિલ્લાનો સંપૂર્ણ નકશો, તાલુકાની યાદી અને ભૌગોલિક વિગતો જુઓ:

ગુજરાતના તમામ ૩૪ જિલ્લા, મુખ્ય મથક, RTO કોડ અને ક્ષેત્રફળ

ક્રમ જિલ્લાનું નામ મુખ્ય મથક RTO કોડ ક્ષેત્રફળ (ચો.કિમી.) પ્રદેશ

ગુજરાતના ૫ ભૌગોલિક પ્રદેશો અને તેમાં સમાવિષ્ટ જિલ્લાઓ

ગુજરાતના નકશાને સમજવા માટે તેને પાંચ મુખ્ય ભૌગોલિક વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક પ્રદેશની જમીન, આબોહવા અને જિલ્લાઓની વિગત નીચે મુજબ છે:

ભૌગોલિક પ્રદેશ કુલ જિલ્લા સમાવિષ્ટ જિલ્લાઓના નામ ભૌગોલિક વિશેષતા
કચ્છ પ્રદેશ ૧ કચ્છ સફેદ રણ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અને કંડલા-મુન્દ્રા બંદર.
સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) ૧૧ રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ દ્વીપકલ્પીય પ્રદેશ, ગિરનાર પર્વત, ગીરનું જંગલ અને લાંબો દરિયાકિનારો.
ઉત્તર ગુજરાત ૭ બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અરવલ્લીની ગિરિમાળા, સૂકી અને અર્ધ-સૂકી આબોહવા, ડેરી અને કૃષિ ક્ષેત્ર.
મધ્ય ગુજરાત ૮ અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર સાબરમતી અને મહી નદીના ફળદ્રુપ મેદાનો (ચરોતર પ્રદેશ) અને ઔદ્યોગિક વિકાસ.
દક્ષિણ ગુજરાત ૭ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ સૌથી વધુ વરસાદ ધરાવતો પ્રદેશ, સહ્યાદ્રિ પર્વતમાળા (સાપુતારા), નર્મદા અને તાપી નદી.

ગુજરાતની ભૌગોલિક સરહદો અને નકશાના મહત્વના તથ્યો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, Talati, Police) અને સામાન્ય જ્ઞાન માટે ગુજરાતના નકશાને લગતી સરહદો અને મહત્વના બિંદુઓની માહિતી:

ભૌગોલિક વિગત સ્થળ / જિલ્લાઓની માહિતી
અક્ષાંશ અને રેખાંશ સ્થાન ૨૦° ૦૬’ ઉત્તર થી ૨૪° ૪૨’ ઉત્તર અક્ષાંશ અને ૬૮° ૧૦’ પૂર્વ થી ૭૪° ૨૮’ પૂર્વ રેખાંશ
ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે ૫૯૦ કિલોમીટર
પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે ૫૦૦ કિલોમીટર
પડોશી રાજ્યોની સરહદ ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વમાં મહારાષ્ટ્ર
આંતરરાષ્ટ્રીય સરહદ ઉત્તર-પશ્ચિમે પાકિસ્તાન (કચ્છ અને વાવ-થરાદ જિલ્લાને સ્પર્શે છે)
કર્કવૃત્ત પસાર થતા જિલ્લાઓ (૬) કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી
દરિયાકિનારો ધરાવતા જિલ્લાઓ (૧૫) કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ
સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો સૌથી મોટો જિલ્લો: કચ્છ (૪૫,૬૭૪ ચો.કિમી.) | સૌથી નાનો જિલ્લો: ડાંગ (૧,૭૬૬ ચો.કિમી.)

ગુજરાતના નકશા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

૧. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લા અને તાલુકા આવેલા છે?

ગુજરાત રાજ્યમાં નવા વાવ-થરાદ જિલ્લાની રચના બાદ હાલમાં કુલ ૩૪ જિલ્લાઓ અને ૨૫૨ તાલુકાઓ આવેલા છે.

૨. ગુજરાતનો ૩૪મો નવો જિલ્લો કયો બન્યો છે અને તેનું મુખ્ય મથક કયું છે?

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને ગુજરાતનો ૩૪મો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેનું મુખ્ય મથક થરાદ છે.

૩. ગુજરાતના નકશામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો અને સૌથી નાનો જિલ્લો કયો છે?

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ (૪૫,૬૭૪ ચો.કિમી.) છે અને સૌથી નાનો જિલ્લો ડાંગ (૧,૭૬૬ ચો.કિમી.) છે.

૪. વાવ-થરાદ જિલ્લામાં કયા-કયા તાલુકાઓનો સમાવેશ થાય છે?

વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સૂઈગામ, ભાભર, દિયોદર અને લાખણી સહિતના પશ્ચિમ બનાસકાંઠાના તાલુકાઓનો સમાવેશ થાય છે.

NAKSHOMAP.IN
Explore Maps & Weather 🗺️

Get useful maps, information, weather updates, temperature details & online tools directly on WhatsApp!

Join WhatsApp Channel →
✓ Free to Join   •   🔔 Get Useful Updates
NAKSHOMAP.IN

All Helpful Tools

રોજિંદા ઉપયોગ માટેના અમારા ઉપયોગી ટૂલ્સ અહીંથી સરળતાથી ઍક્સેસ કરો.

DISTANCE

City Distance Tool

01

ગુજરાતના વિવિધ શહેરો અને સ્થળો વચ્ચેનું અંદાજિત રોડ અંતર સરળતાથી જાણી શકો છો અને જરૂરી રૂટની માહિતી ઝડપી રીતે મેળવી શકો છો.

WEATHER

Gujarat Weather Map

02

ગુજરાતના વિવિધ વિસ્તારોનું હવામાન નકશા દ્વારા સરળતાથી જુઓ અને સ્થળ મુજબની હવામાન માહિતી ઝડપથી તપાસો.

LOCATION

My Live Location

03

નકશા પર તમારું વર્તમાન લોકેશન સરળતાથી જુઓ અને તમે હાલમાં ક્યાં સ્થાને છો તેની માહિતી ઝડપી રીતે મેળવી શકો છો.

Naksho Map
Logo